જ્યારે રણવીર બન્યો હતો પાર્ટી વચ્ચે ઉપ્સ મોમેંટ નો શિકાર પત્ની દીપિકા એ આવી રીતે કર્યો હતો બચાવ

બોલિવૂડની પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હંમેશાં તેમની ઉત્તમ કેમિસ્ટ્રીને કારણે લોકોનાં દિલ જીતી લે છે. ઓન-સ્ક્રીન હોય કે ઓફ-સ્ક્રીન, એકબીજા પ્રત્યેનો પ્રેમ બંનેની નજરમાં સ્પષ્ટ દેખાય છે. શું તમે જાણો છો કે એક વખત રણવીર સિંહ તેની અનોખી ફેશનને કારણે પાર્ટીની વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બન્યો હતો અને તે દરમિયાન પત્ની દીપિકા પાદુકોણ એ તેની સ્માર્ટનેસથી પરિસ્થિતિ સંભાળી હતી.

ખરેખર, દીપિકા પાદુકોણે જાતે જ આ વાત કહી હતી, જેને સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. કપિલ શર્માના શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકાએ રણવીર સિંહ સાથે બનેલી આ અજીબ કથા શેર કરી છે.

આ વીડિયોમાં દીપિકાએ જણાવ્યું હતું કે ડાન્સ કરતી વખતે કેવી રીતે રણવીરનું પેન્ટ વચ્ચે પાર્ટીમાં ફાટી ગયુ હતું અને પછી દીપિકાએ તેને કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર કાઢયો હતો.આ વીડિયોમાં દીપિકાએ જણાવ્યું હતું કે આ વાત ત્યારે થયી હતી જ્યારે બંને બાર્સિલોનામાં એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયા હતા.

તે કહે છે, ‘રણવીરે લુઝ લિટલ પેન્ટ પહેર્યું હતું અને તે કેટલાક ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યો હતો. અચાનક જ તેનું પેન્ટ ફાટી ગયુ હતુ. પછી મેં મારી બેગમાંથી સોયનો દોરો કાઢયો. દરેક જણ ડાન્સ કરી રહ્યા હતા અને પાર્ટીની વચ્ચે હું તેના પેન્ટને ટાંકો લગાવી રહી હતી.

આ વાર્તા કોઈને પણ ખોટી લાગી શકે છે, પરંતુ આ વાત વર્ણવ્યા પછી કપિલના શોમાં દીપિકાએ તેનો પુરાવો આપ્યો છે. દીપિકાએ શો વચ્ચે તે સમયની તસવીર પણ બતાવી હતી. જેમાં તે રણવીરના પેન્ટને ટાંકા લેતી જોવા મળી રહી છે. આ તસવીર જોયા પછી, બધા જોરથી હસતા દેખાયા હતા. આ સાથે જ કપિલ શર્મા પણ દીપિકાની પ્રશંસા કર્યા વિના નહીં રહી શકયા અને રણવીરને ભાગ્યશાળી પતિ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *